મોરબી : મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામે કુંડીમાં ડૂબી જતા બાળકીનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના આંબવા ગામના વતની અને હાલ કૃષ્ણનગર (કોયલી) ગામમાં રહેતા મહેશભાઈ કટારીયાની દોઢ વર્ષની પુત્રી કનીષ્કા ગઈકાલે તા. 7ના રોજ વાડીમાં પાણીની કુંડીમાં પડી ગઈ હતી. આથી, તેનું મોત થયું છે. તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.