મોરબી : મોરબીના સમસ્ત બ્રહ્મસમાજ અગ્રણી હસુભાઈ પંડ્યાની મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જે બદલ વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીતુભાઈ મહેતા, ડો. અનિલભાઈ મહેતા, અશ્વિનભાઈ રાવલ, ભુપતભાઇ પંડ્યા, ભરતભાઈ ઓઝા, એન. એન. ભટ્ટ, નટવરલાલ દવે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.