ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડ અને મોરબી ખાણ ખનીજ વિભાગના ટીકરની બ્રાહ્મણી નદીમાં દરોડા હળવદ : આજે સોમવારે વહેલી સવારના હળવદ તાલુકાના ટિકર ગામ નજીકથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડ અને મોરબી ખાણ ખનીજ વિભાગે સાથે રહી રેતી ચોરી કરતા તત્વો પર દરોડા પાડયા હતા. જેમાં બ્રાહ્મણી નદીમાં રેતી ચોરી કરતા છ જેટલા હુળકા મશીન ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે અને આ લખાય છે ત્યાં સુધી કાર્યવાહી પણ ચાલુ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. હળવદની બ્રાહ્મણી નદીમાં રેતી ચોરીને ડામવા આજે વહેલી સવારના ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડ અને મોરબી ખાણ ખનીજ એ સાથે રહી બ્રાહ્મણ નદીમાં દરોડા પાડયા હતા. આ દરોડા દરમિયાન નદીમાં રેતી ચોરી કરતા છ જેટલા હુળકા મશીન ઝડપાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હાલ કાર્યવાહી ચાલુ હોય, તેથી હજુ વધુ રેતી ચોરી સામે આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.