મોરબીમાં બે સ્થળેથી વિદેશી દારૂની બોટલો સાથે બે પકડાયા

- text


મોરબી : મોરબી શહેરમાં બે સ્થળેથી વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સો પકડાયા છે. આ બંને કેસમાં મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં કુલ ચાર શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

મોરબીના લાતી પ્લોટમાં વિદેશી દારૂની એક બોટલ (કી.રૂ. 500) સાથે તોફિક ઉર્ફે ડોડવો દાઉદભાઈ ચાનિયાને પકડી પાડવામાં આવ્યો છે. અને પોલીસે તેની અટક કરી છે. આ કેસમાં મુસ્તાક જુસબ કટીયા અને સલીમ ઉર્ફે સલો જુસબ કટીયાનું નામ ખુલ્યું છે. જેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

- text

આ ઉપરાંત, મોરબીમાં વાવડી રોડના નાલા પાસેથી વિજયભાઇ રાજેશભાઇ દેવસુરને ભારતીય બનાવટના વિદેશી દારૂની બે બોટલો (કી.રૂ. 600) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.

- text