મોરબી : અયોધ્યા રામ જન્મભુમી તીર્થક્ષેત્રે મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામનાં નુતન મંદિર નિર્માણ પ્રસંગે પી. જી. પટેલ કોલેજ દ્વારા લઘુપુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. આ લઘુપુસ્તિકાનું વિમોચન ડો. જયંતીભાઈ ભાડેશીયા (પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક), જયંતીભાઈ કવાડિયા (ઉપપ્રમુખ, પ્રદેશ ભાજપ), દુર્લભજીભાઈ દેથરીયા (પ્રમુખ, મોરબી જીલ્લા ભાજપ), બ્રિજેશભાઈ મેરજા (ધારાસભ્ય, મોરબી માળિયા), રામનારાયણભાઈ દવે (મોરબી શહેર વિહિપ અગ્રણી), જીગ્નેશભાઈ કૈલા (ઉપપ્રમુખ, મોરબી જીલ્લા યુવા ભાજપ), સંતોષજી દુબે (આર.એસ.એસ., મોરબી જીલ્લા પ્રચારક), મહેશભાઈ બોપલીયા (આર.એસ.એસ., મોરબી જીલ્લા કાર્યવાહ), વિજયભાઈ રાવલ (આર.એસ.એસ., મોરબી જીલ્લા બૌધિક પ્રમુખ), મનસુખભાઈ આદ્રોજા (ટ્રસ્ટી, પી. જી. પટેલ કોલેજ-મોરબી), જતીનભાઈ આદ્રોજા (મેનેજીંગ ટ્રસ્ટી, પી. જી. પટેલ કોલેજ-મોરબી), ડો. રવીન્દ્ર ભટ્ટ (આચાર્ય, પી. જી. પટેલ કોલેજ- મોરબી) અનિલભાઈ કંસારા (પ્રાધ્યાપક, પી. જી. પટેલ કોલેજ-મોરબી) વગેરે મહાનુભાવોનાં વરદ હસ્તે થયું હતું. આ પુસ્તિકામાં દરેક પૃષ્ઠ પર ૧૦૮ વખત રામ નામ લખી શકાશે, તથા પુસ્તિકામાં કુલ પૃષ્ઠની સંખ્યા પણ ૧૦૮ રાખવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 1000થી વધુ પુસ્તિકાઓ પી. જી. પટેલ કોલેજના વિધાર્થીઓ દ્વારા મોરબીના નાગરિકોને ઘરે-ઘરે પહોચતી કરી 1 કરોડથી વધુ રામનામ જાપ લખાવવામાં આવશે. પુસ્તિકા મોરબીનાં કોઈપણ નાગરિકો વિનામુલ્યે શનાળા રોડ પર પી. જી. પટેલ કોલેજ કાર્યાલયમાંથી સાંજે 5 થી 6 (જાહેર રજા સિવાય) મેળવી શકશે અને લેખન કાર્ય પૂર્ણ કરી કોલેજ કાર્યાલયમાં પરત આપવાની રહેશે.