1989 માં અયોધ્યા રામમંદિરના કારસેવક તરીકે ગયેલ સ્વ.હરજીભાઈ દેવસીભાઈના જયેષ્ઠ પુત્ર પ્રભુભાઈ મેરજાએ રામલલ્લાના ભવ્ય નવનિર્માણ મંદિર માટે 1,11000 (અેકલાખ અગિયાર હજાર) રુપીયાનો ચેક અર્પણ કર્યો ટંકારા : અયોધ્યામાં નિર્માણ પામનાર ભવ્ય રામમંદિર નિર્માણ માટે ગામે - ગામથી ધનરાશી અર્પણ થઈ રહી છે ત્યારે ટંકારાના નાના એવા હડમતીયા ગામના ગ્રામજનો દ્વારા ૨,૫૧ લાખની ધનરાશી અર્પણ કરી અયોધ્યામાં કારસેવા કરનાર કારસેવકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીરામચંદ્રના અયોધ્યામાં બની રહેલ ભવ્ય મંદિરના દાન માટે ભારત ભરમાં દાનની સરવાણી વહી રહી છે ત્યારે ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં અયોધ્યામાં આકાર લઈ રહેલ ભવ્ય રામલ્લાના મંદિરના સન્માનનિધીમાં દાનની સરવાણી વહી રહી છે. હડમતિયા ગામમાં ધર્મસભાનું આયોજન કરેલ અને 1989 માં રામલલ્લાના મંદિર માટે કારસેવક તરીકે હડમતિયા ગામના હરજીભાઈ દેવસીભાઈ મેરજા, ચમનભાઈ નાગજીભાઈ મછીયા અને ગોરધનભાઈ પ્રેમજીભાઈ મેરજા અયોધ્યા ગયેલ આમાના બે કારસેવક સ્વ. હરજીભાઈ દેવસીભાઈ મેરજા અને ચમનભાઈ નાગજીભાઈ મછીયા હયાત રહ્યા નથી તેને તેમના પરિવારને શિલ્ડ તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા અને ગોરધનભાઈ પ્રેમજીભાઈ જે હયાત છે તેમને પણ સન્માનિત કરવામા આવ્યા હતા. આ પ્રસંગે અતિથી મહેમાન હડમતિયા નકલંકધામ મંદિરના ગાદીપતિ પુજ્ય મેહુલદાસબાપુ ના હસ્તે આ ત્રણ કારસેવકોને જયઘોષના નાદ સાથે સન્માનિત કરવામા આવ્યા હતા અને કાર્યક્મને આગળ ધપાવતા આરએસએસના બાળકો તેમજ યુવાનો ઘેર ઘેર રામલલ્લાના ભવ્ય મંદિર માટે આશરે ચેક સહિત કુલ મળીને 2,51000 ધનરાશીનું અનુદાન એ કઠુ કરી અયોધ્યા રામમંદિરના ફંડમાં સમર્પિત કરવામા આવશે આ ધર્મસભાનું આયોજન પ્રખર સંધના આગેવાનો પિન્ટુભાઈ મેરજા, હિતેષભાઈ ડાકા,હસમુખભાઈ ખાખરીયા તેમજ આરએસએસ રાત્રીશાખાના બાળકોએ જહેમત ઉઠાવી હતી.