ચાર વર્ષનાં અભ્યાસક્રમ દરમ્યાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં મેળવી નોંધપાત્ર સિદ્ધિ (કેતન ભટ્ટી) વાંકાનેર : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી માં ચાર વર્ષનાં અભ્યાસક્રમ દરમ્યાન 21 ગોલ્ડ મેડલ મેળવી વાંકાનેરનાં વિદ્યાર્થીએ અનેરી સિધ્ધિ મેળવી છે. વાંકાનેરનાં ગુલશન પાર્ક વિસ્તારમાં રહેતા કડીવાર મોહમ્મદનાશીર વલીમામદે વર્ષ 2016 થી 2020 દરમ્યાન bachelor of science( honours) agriculture માં allrounder perform સાથે કૂલ 21 ગોલ્ડ મેડલ મેળવી નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે ત્યારે આ અંગે પ્રતિભાશાળી વિદ્યાર્થી - મોહમ્મદનાશીરે હજુ પણ આગળ અભ્યાસ કરી government અથવા પ્રાઈવેટ જોબ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 21 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી વાંકાનેરનાં આ વિદ્યાર્થીએ પ્રેરણાદાયી સિધ્ધિ હાંસલ કરતા સમગ્ર વાંકાનેર શહેર અને જ્ઞાતિને અનેરું ગૌરવ પ્રાપ્ત થયુ છે.