મોરબીના લાલપર નજીક અજાણ્યા વાહન હડફેટે યુવાનના મોતના બનાવમાં ફરિયાદ નોંધાઈ

- text


મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લતા બાઈક ચાલક યુવાનનું મોટ નીપજ્યું હતું. એ બનાવમાં મૃતકના ભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માત કરીને ફરાર થઈ ગયાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રમેશભાઇ ખીમજીભાઇ સોંલકી (ઉવ. ૩૪ ધંધો, પ્રા.નોકરી, રહે હાલે નવા જાબુંડીયા ધર્મસિધ્ધી સોસાયટી મકાન નંબર ૧૩૮ તા.જી મોરબી મુળ રહે મોટા ટીંબલા તા. લીંમડી જીલ્લો સુરેન્દ્રનગર) એ કોઇ અજાણ્યો વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૫ ના રોજ મોડી રાત્રીના સાડા બાર વાગ્યાના અરશામા લાલપર ગામે પહેલા ગેઇટ સામે રોડ ઉપર મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકએ પોતાના હવાલાવાળુ વાહન પુર ઝડપે અને બેફીકરયથી ચલાવી ફરીયાદીના ભાઇ પ્રકાશભાઇ (ઉવ. ૨૯) ને હિરો સ્પ્લેંન્ડર પ્લસ મોટર સાયકલ નંબર જી.જે. ૩૬ ઇ ૩૫૭૧ સાથે હડફેટ લેતા તેમનું મોત નીપજ્યું હતું.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text