મિતાણા નજીક ત્રિપલ અકસ્માત : ટ્રક પલટી ગયો

- text


કાર, ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકને અસર

મોરબી : રાજકોટ – મોરબી હાઇવે ઉપર મિતાણા નજીક સવારે દસેક વાગ્યાના સુમારે વિચિત્ર ત્રિપલ અકસ્માત સર્જતાં ટ્રાફિકને અસર પહોંચી છે. જો કે સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે.

આ અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ – મોરબી હાઇવે ઉપર મિતાણા નજીક સવારે દસેક વાગ્યાના સુમારે એસટી બસ, ટ્રક અને મારુતિ આર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રક પલ્ટી મારી રોડથી નીચે ઉતરી ગયો હતો. સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હોવાનું પ્રાથમિક વિગતો માં જણાઈ રહ્યું છે અને હજુ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો નથી. આ અકસ્માતમાં ટ્રક ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.

- text

- text