મોરબીમાં લગ્નપ્રસંગે બકરાની બલી ચડાવનાર 3 ઝડપાયા

- text


કોરોના ટેસ્ટ બાદ ત્રણેયની વિધિવત પોલીસે કરી ધરપકડ

મોરબી : મોરબીમાં લગ્નપ્રસંગમાં માતાજીની માનતાના નામે બકરાની બલી ચડાવવાનો વિડીયો વાઇરલ થતા જીવદયા પ્રેમીઓમાં હડકંપ મચી ગયો હતો. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ આ બનાવમાં સંડોવાયેલ ત્રણ આરોપીને ઝડપી લીધા હતા.

- text

મોરબીમાં પશુ બલી ચડાવવાનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં ત્રણ સરદારજી હાથમાં તલવાર લઈને ત્રણ બકરાના માથા કાપતા જોવા મળતા આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ બોરીચાએ આ બનાવની ગઈકાલે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેમાં મોરબીના સો ઓરડી માળિયા વનાળીયામાં રહેતા સરદારજી પરિવારના જીતસિંગના ઘરે તા. ૩ ના રોજ લગ્નપ્રસંગ હોય જે પ્રસંગે તેમના સગા યુવરાજસિંગ જીતસિંગ બાવરી રહે સો ઓરડી મોરબી તેમજ અમરસિંગ માયાસિંગ બાવરી રહે મહેસાણા અને સનીસિંગ ન્યાલસિંગ બાવરી રહે લીલીયા તા. અમરેલી એ ત્રણ ઈસમોએ ત્રણ બકરાના માથા ધડથી અલગ કરી મારી નાખ્યા હતા.

આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે પશુ અત્યાચાર એકટ હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપીઓ સનીસિંગ ન્યાલચંદ બાવરી,અમરસિંગ માયસિંગ બાવરી,યુવરાજસિંગ જીતસિંગ બાવરીને ઝડપી લીધા હતા. અને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

- text