મોરબી : જુના બસ સ્ટેશનમાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ

- text


મોરબી : મોરબીના જુના બસ સ્ટેશનમાં મહિલાના ગળામાંથી 1 તોલાના સોનાના ચેનની ચીલઝડપ થઇ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં પોલીસે મહિલાની ફરિયાદ લઇ ત્રણ અજાણ્યા શખ્સો સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.

- text

 

ગઈકાલે તા. 5ના રોજ રાત્રે 12-30 વાગ્યા આસપાસ મોરબીમાં જુના બસસ્ટેન્ડમાં રક્ષાબેન હિતેષભાઇ રાવલ (ઉ.વ. 50, રહે. નાની વાવડી, શીવગંગા સોસાયટી, મુળ રહે. ખાખરાળા) તથા એકતાબેન બંને એસ.ટી. બસમાં ચડતા હતા. ત્યારે રક્ષાબેને ગળામાં પહેરેલ સોનાનો ઓમ આકારના પેન્ડલ સહીતનો ચેઇન આશરે એક તોલાનો (કિ.રૂ. 45,000)નો તેમની નઝર ચુકવી આંચકીને આરોપીઓ ભાગી ગયા હતા. હાલમાં પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text