મોરબી : ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામેની કાર્યવાહી દરમ્યાન મોરબી જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ 3 ઇકો કાર અને 5 સીએનજી રીક્ષા ડિટેઇન કરી તમામ સામે કેસ રજિસ્ટર કરાયાં હતા. મોરબી સીટી.બી ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં ગેંડા સર્કલ, બસ સ્ટેન્ડ સામેથી 1 સીએનજી રીક્ષા, વાંકાનેર તાલુકા પો.સ્ટે.ની હદમાં આવતા મેસરિયા બસ સ્ટેન્ડ પાસેથી 2 ઇકો કાર, 2 સીએનજી રીક્ષા, ઠીકરિયાળી ગામના પાટિયા પાસેથી 1 ઇકો કાર, વાંકાનેર સીટી પો.સ્ટે. વિસ્તારમાં જિનપરા જકાતનાકા રોડ પરથી 1 સીએનજી રીક્ષા અને માળીયા મી.માં મામલતદાર કચેરી નજીકથી 1 સીએનજી રીક્ષા સહિત કુલ 8 વાહનો વિવિધ કલમો હેઠળ ડિટેઇન કરાયા છે.