મોરબી : મોરબીના ધૂળકોટ ગામે અગમ્ય કારણોસર યુવતીએ ઝેરી દવા ગટગટાવી લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ધૂળકોટ ગામે રહેતા ભાવનાબેન નરેશભાઈ નાયક નામની યુવતીએ વાડીએ કામ કરતી વેળાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે એડી નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.