મોરબીમાં લગ્નપ્રસંગમાં બકરાની બલી ચડાવતો વિડિઓ વાયરલ : ગુન્હો નોંધાયો

- text


તલવાર વડે બકરાની ગરદન કાપવાનો વિડીયો વાયરલ થયા બાદ વિહિપ દ્વારા ફરિયાદ નોંધવાય : બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

મોરબી : મોરબીમાં લગ્નપ્રસંગમાં માતાજીની માનતા ને નામે બકરાની બલી ચડાવવાનો વિડીયો વાઇરલ થતા જીવદયા પ્રેમીઓમાં હડકંપ મચી જવા પામ્યો છે તો બીજી તરફ આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text

મોરબીમાં પશુ બલી ચડાવવાની ચોકાવનારી ઘટનાની વિગત જોઈએ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં ત્રણ સરદારજી હાથમાં તલવાર લઈને ત્રણ બકરાના માથા કાપતા જોવા મળતા આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ બોરીચાએ જીવદયા કામ કરતા ચેતનભાઈ પાટડીયા અને જીતુભાઈ ચાવડાનો તેમણે સંપર્ક કર્યો હતો ને વિડીયોની તપાસ કરતા વિડીયો મોરબીના સો ઓરડી માળિયા વનાળીયામાં રહેતા સરદારજી પરિવારનો હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે વિહિપ પ્રમુખ કમલેશભાઈ બોરીચાએ બી ડિવિઝન પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસનીશ પોલીસ અધિકારી ફિરોજભાઈના જણાવ્યા મુજબ જીતસિંગના ઘરે તા. ૦૩ ના રોજ લગ્નપ્રસંગ હોય જે પ્રસંગે તેમના સગા યુવરાજસિંગ જીતસિંગ બાવરી રહે સો ઓરડી મોરબી તેમજ અમરસિંગ માયાસિંગ બાવરી રહે મહેસાણા અને સનીસિંગ ન્યાલસિંગ બાવરી રહે લીલીયા તા. અમરેલી એ ત્રણ ઈસમોએ ત્રણ બકરાના માથા ધડથી અલગ કરી મારી નાખ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે હજુ આરોપીઓ ઝડપાયા ન હોવાનું જાણવા મળ્યું છે.

- text