અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સંદર્ભે દરેક ગામમાં ફરતા રામરથનું સામૈયું કરીને અદકેરું સ્વાગત કરાયું મોરબી : અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સંદર્ભે રામભકિતને ઉજાગર કરવા મોરબીમાં આરએસએસ દ્વારા રામરથનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક ગામમાં રામરથ ફેરવવામાં આવી રહ્યો છે.ત્યારે છેલ્લા બે દિવસમાં મોરબી જિલ્લાના 400 જેટલા ગામોમાં રામરથ યાત્રા યોજાઈ હતી અને આ દરેક ગામા રામરથનું સામૈયું કરીને અદકેરું સ્વાગત કરાયું હતું.અયોધ્યામાં પ્રભુ શ્રીરામનાં મંદિરનું નિધિ સમર્પણ ચાલે છે.તેના અનુસંધાને મોરબી જિલ્લાનાં તાલુકાઓમાં રામરથ ફરી રહ્યો છે.જેમાં મોરબી તાલુકાના રાષ્ટ્ર સ્વયં સેવક સંઘ અને એકતા એજ લક્ષ સંગઠન દ્વારા રામરથ યાત્રા કાઢવામાં આવી હતી અને એક દિવસમાં 26 ગામોને આવરી લેવામા આવે છે. એકતા એજ લક્ષ સંગઠન મોરબી શહેર પ્રમુખ ગુરુ ગોસાઈ અને હસમુખ ખરા દ્વારા જાંબુડિયાથી અને આરએસએસનાં ભાઈ, ડો.વિવેક ભાઈ લાલપર અને સીતારામ (સંઘાણી ભાઈ લાલપર) દ્વારા આં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ગામમાં પ્રભુ શ્રીરામનાં દર્શન કરાવ્યા હતા.જાંબુડિયા અને રફાળેશ્વરમાં રામરથનાં સમૈયા કરીને અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ દરેક ગામોમાં દરેક જ્ઞાતિના લોકોએ રામ ભગવાનના દર્શનનો શ્રદ્ધાભેર લાભ લીધો હતો. 15 જાન્યુઆરીથી 20 દિવસ સુધીમાં મોરબી જિલ્લાના 400 જેટલા ગામોમાં રામરથ ફેરવવામાં આવ્યો હતો.