મોરબી : શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થાના નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત રામમંદિર નિર્માણ કાર્ય માટે ભંડોળ એકત્ર કરવામાં કરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લામાં અનેક લોકોએ આર્થિક યોગદાન આપ્યું છે. ત્યારે હોમીયોપેથીક મેડિકલ એસોસીએશન દ્વારા રામમંદિર માટે રૂ. 1,06,871 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. તેમ એસોસિએશનના પ્રમુખ ડો. નિલેશ કાવર તથા ઉપપ્રમુખ ડો. મનુ પારિયાની યાદીમાં જણાવાયું છે.