મોરબીમાં મધ્યરાત્રીએ મળી આવેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવતી ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમ

- text


સોશિયલ મીડિયાની મદદથી બાળકના માતાપિતા શોધી કઢાયા

મોરબી : મોરબીમાં મધ્યરાત્રીએ મળી આવેલા માસૂમ બાળકને સોશિયલ મીડિયાના માધ્યમથી ચાઈલ્ડ લાઈન હેલ્પલાઇન ટીમે માતાપિતા સાથે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરી હતી.

ગુરુવારે રાત્રીના એક વાગ્યે ચાઈલ્ડ હેલ્પ લાઇન નંબર 1098 માં એક ખોવાયેલ બાળક મળી આવેલ છે તેવી માહિતી મળી હતી આ
માહિતી મળતાંની સાથે જ મોરબી જિલ્લા ચાઈલ્ડ લાઇનની ટીમ રાત્રિના 1 વાગ્યે બી – ડિવિઝન પોલીસ સ્ટેશન પરથી ચાઈલ્ડ લાઇન ઓફિસ ખાતે લઇ આવી હતી.

આ માસૂમ બાળકની માનસિક સ્તિથી સારી ન હતી અને તે કહી બોલી પણ શકતો ન હોવાથી ચાઈલ્ડ હેલ્પ લાઈન દ્વારા સોશિયલ મીડિયા મારફતે બાળકનાં પરિવારનો સંપર્ક કરવા કામગીરી કરી હતી જેમાં સફળતા મળતા બાદમાં બાળકને જિલ્લા ચાઈલ્ડ વેલ્ફર કમિટી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ સાથે મળી આ માસૂમ બાળકને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.

- text

આ પ્રશન્સનીય કામગીરી પ્રોજેકટ કો- ઓડીનેટર રાજુભાઇ ચાવડા, ટીમ મેમ્બર રાજદીપ પરમાર, કિરણબા વાઘેલા, ભાવેશ ચૌહાણ, જૈનમ શાહ તથા અશોક કાથડે કરી હતી.

- text