વીસી હાઈસ્કૂલ ખાતે સબંધિત રિટર્નિંગ ઓફિસરોને અધિક કલેકટરની હાજરીમાં ઇવીએમની સોંપણી મોરબી : મોરબી જિલ્લામાં આગામી સમયમાં યોજનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઇવીએમ મશીનો આવી ગયા છે.જેમાં પ્રથમ ઇવીએમ મશીનો મોરબીની વીસી હાઈસ્કૂલમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા હતા બાદમાં જુદાજુદા આર.ઓ.ને ઇવીએમ મશીનની સોંપણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની આગામી સમયમાં ચૂંટણીઓ યોજાનાર છે.ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને કુલ મતદારો, દરેક મતદાન બુથની યાદી જાહેર કરી તેમજ નોડલ ઓફિસર સહિતનાની નિમણુંક કરીને ચૂંટણી પ્રક્રિયાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે ત્યારે ચૂંટણી પ્રક્રિયા માટે ઇવીએમ મશીનો આવ્યા હતા અને આ ઇવીએમ મશીનોને પ્રથમ મોરબીની વીસી હાઈસ્કૂલમાં રાખવામાં આવ્યા હતા.જ્યાંથી જુદાજુદા આર.ઓ.ને ઇવીએમની સોંપણી કરવામાં આવી છે.જેમાં અધિક કલેક્ટર કેતન જોશી, શહેર મામલતદાર રૂપાપરા સહિતના અધિકારીઓએ હાજર રહીને આ ઇવીએમની સોંપણી કરી હતી.