મોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ગામે દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ પકડાયો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બે શખ્સ સામે ગુનો નોંધાયો છે. ગઈકાલે તા. 3ના રોજ મોરબી તાલુકાના ભડીયાદ ગામે રામાપીરના ઢોરા પાસે દેવીસિંહ ઉર્ફે લાલભા પચાણજી ઝાલાના રહેણાંક મકાનમાં દેશી દારૂ બનાવવાનો આથો લીટર આશરે 400 (કિ.રૂ. 800), બેરલ નંગ 2 (કિં.રૂ. 100) તથા દેશી દારૂ જેવુ કેફી પ્રવાહી આશરે લીટર 40 (કિં.રૂ. 800) ઝડપી પાડ્યો હતો. પોલીસે દેશી દારૂનો જથ્થા અને બાઈક મળી કુલ (કી.રૂ. 21,700)નો મુદામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં આરોપી અરવિંદભાઇ અજુભાઇ સોમાણીની અટકાયત કરવામાં આવી છે. તેમજ ઘરધણી દેવીસિંહને પકડવા તજવીજ હાથ ધરાઈ છે.