મોરબી : મોરબીમાં બાઈક ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે અને દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં બાઈક ચોરી થવાના બનાવો સામે આવે છે. ત્યારે વધુ એક બાઈક ચોરીની ઘટના સામે આવી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ પર સત્યમ પાનવાળી શેરીમાં આવેલ હરભોલે હોલની સામે રહેતા વેપારી શશીકાંતભાઇ શાંતીલાલ ખખ્ખર (ઉ.વ.૪૬)એ ગત તા. ૧૪/૯/૨૦૨૦ના રોજ રૂ. ૨૫૦૦૦ ની કિંમતનું પોતાનું GJ-13-PP-1876 નંબરનું મોટરસાયકલ મોરબીના નગરદરવાજા પાછળ આવેલ કલાલ શેરી મામુજી સ્ટોર સામે પાર્ક કર્યું હતું. આ મોટરસાયકલ કોઈ અંજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો. જો કે આ બનાવની ફરિયાદ મોડી નોંધાતા ટૂંક સમયમાં પોલીસે આ બાઈક ચોરીનો ભેદ ઉકલાયો હોવાની જાહેરાત કરે તેવી શકયતા છે.