વાંકાનેર : વાંકાનેર તાલુકામાં વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 2ના રોજ વાંકાનેરમાં જામસર ચોકડી પાસે મનજીભાઇ જેસીંગભાઇ સરાવાડીયાને વિદેશી દારૂની 1 બોટલ (કી.રૂ. 300) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલ જપ્ત કરી આરોપી મનજીભાઇની અટકાયત કરી છે.