ત્રણ આરોપીઓની અટકાયત, એક આરોપીની શોધખોળ ચાલુ મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામમાં રૂ. 42 હજારની વ્હીસ્કીની બોટલો ભરેલ કાર ઝડપાઇ છે. આ બનાવમાં ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તેમજ એક આરોપીની શોધખોળ ચાલુ છે. ગઈકાલે તા. 1ના રોજ જેતપર ગામની પાછળના ભાગે આવેલ ભરવાડવાસમાં ગે.કા. પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂના મેગડોવેલ્સ સુપ્રીરીયર વ્હીસ્કીની 36 બોટલ (કી.રૂ. 13,500) તથા જયુબીલી રેર વ્હીસ્કીની 96 બોટલ (કી.રૂ. 28,800) ભરેલ મારૂતી અલ્ટો કાર નં-GJ-27-C-1686 ઝડપાઇ હતી. પોલીસે અંગ્રેજી દારૂનો જથ્થો કિ.રૂ. (42,300), કાર તથા મોબાઇલ ફોન મળી કુલ કિં.રૂ. 1,51,300નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપી લાલાભાઈ ઉર્ફે ભાવલો મહાદેવભાઈ બોહરીયા, રાજુભાઇ વજાભાઇ ખીટ અને શંભુભાઇ રૂખડભાઇ ડાંગરની અટકાયત કરી હતી. આ ત્રણેય આરોપીઓને વિદેશી દારૂનો જથ્થો રોહીતભાઇ આહીરે મોકલ્યો હતો. હાલમાં પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.