મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામ નજીક ટ્રકની પાછળ મેટાડોર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતના પગલે બે લોકોના ઘટનાસ્થળે મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી માહિતી મુજબ મકનસર ગામમાં સ્વામી નારાયણ મંદિર સામે ટ્રકની પાછળ મેટાડોર ઘુસી ગયો હતો. આથી, મેટાડોરચાલક અને ટ્રકચાલક બંનેના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે. હાલમાં જાણવા મળી રહ્યું છે કે કન્ટેનરના ટાયરમાં ભડાકો થતા કન્ટેનરચાલક તે જગ્યાએ પથ્થર મુકવા જતો હતો. તે વખતે પાછળથી મેટાડોરે ધડાકાભેર અથડાતા ટ્રક પાછળ ઉભેલો ટ્રકનો ડ્રાઇવર અને મેટાડોરના ડ્રાયવરના મોત થયા છે. આ બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં પોલીસ વાહનોમાં વચ્ચે ફસાયેલી ડેડબોડીને બહાર કાઢી હતી. તેમજ અકસ્માતના પગલે જમા થયેલ ટ્રાફિકને ક્લિયર કરાવયો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માતમાં મૃત્યુ પામનાર મેટાડોર ચાલક નરભેરામ હરજીભાઈ આદ્રોજા (ઉ.વ.૫૫) હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય મૃતકની ઓળખ મેળવવા પોલીસ તજવીજ હાથ ધરી છે.