મોરબી : મોરબી તાલુકાના લખઘીરપુર ગામમાં રૂ. 7 હજારના દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સ પકડાયો છે. તેમજ પોલીસ દ્વારા એક શખ્સની શોધખોળ ચાલુ છે. ગઈકાલે તા. 31ના રોજ લખઘીરપુર ગામમાં સોરેશો સિરામીક પાસેથી સુનિલભાઇ રમેશભાઇ ચરામારીને ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર કાર રજી. નં. જી.જે.૧૮ બીબી ૯૫૭૨માં દેશી પીવાના દારૂ જેવુ કેફી પ્રવાહી 350 લીટર (કિં.રૂ. 7,000) સાથે પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી સુનિલ દેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે બરકત શાહને આપવા જતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે દેશી દારૂ અને કાર મળી કુલ રૂ. 37,000નો મુદામાલ કબ્જે કર્યો છે. અને બંને શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ આરોપી સુનિલની અટકાયત કરી છે અને આરોપી બરકતને પકડવા તજવીજ હાથ ધરી છે.