મોરબી : રામજન્મભૂમિ અયોધ્યામાં બનનાર રામમંદિર નિર્માણમાં સામાન્યથી લઇ અગ્રણીઓ પણ શ્રધ્ધાપૂર્વક પોતાનું યોગદાન આપી રહ્યો છે. તેનું ઉત્તમ દ્રષ્ટાંત આજે અહીંના કોમેટ ગ્રેનાઈટો વીટ્રીફાઈડ ખાતે જોવા મળ્યું હતું. રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યકર્તાઓની કોમેટ વીટ્રીફાઈડની મુલાકાત દરમિયાન ફેક્ટરીના સંચાલકોએ તો પોતાનું યોગદાન આપ્યું જ પણ સાથોસાથ ત્યાં કામ કરતાં મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત વિવિધ રાજ્યમાંથી આવેલા શ્રમિકોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ પણ શ્રધ્ધાપૂર્વક પોતાનું યોગદાન આપવાની ઈચ્છા દર્શાવી હતી. જ્યા રે ગઈકાલે કાર્યકર્તાઓ ફરીથી ફેક્ટરી પર ગયા ત્યારે શ્રમિકો અને કોન્ટ્રાકટરોએ ફાળો એકત્ર કરી રૂ. 1.25 લાખ અર્પણ કર્યા હતા. તેમજ સૌ શ્રમિકોએ ભગવાન શ્રીરામનું લોકેટ ધારણ કર્યુ હતું. સાથોસાથ તેઓએ પોતાના રાજ્યમાં વસતાં પરિવારજનોને પણ આ અભિયાનમાં જોડાવાની અપીલ કરી હતી. આ પ્રસંગે કોમેટ ગ્રેનાઈટોના સંચાલકો દેવશીભાઈ ભાલોડિયા, વિરજીભાઈ ભાલોડિયા પીન્ટુભાઈ પાડલીયા, શૈલેશભાઈ ભાલોડિયા, પ્રશાતભાઈ ભાલોડિયા તથા પરેશભાઈ ભાલોડિયા પણ શ્રમિકોની રામભક્તિ જોઈને પ્રભાવિત થયા હતાં. આ અવસરે ઉપસ્થિત લલિતભાઈ ભાલોડિયા, વિપુલભાઈ અઘારા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, મહેન્દ્રભાઈ સવસાણી, દિનેશભાઈ વિડજા સહિતના રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યકર્તાઓ પણ આ અભૂતપૂર્વ કહી શકાય તેવી પહેલથી ભાવવિભોર બન્યા હતા અને રામમય વાતાવરણમાં શ્રમિકોની રામભક્તિને બિરદાવી હતી.