મોરબી : તા. 16 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન 'ગો ગ્રીન સાયકલોથોન-2021 સક્ષમ સંરક્ષણ મહોત્સવ'ની ઉજવણી થઈ રહી છે. ત્યારે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય ભારત સરકારના નિર્દેશ અનુસાર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સહયોગથી ગઈકાલે તા. 31મી જાન્યુઆરીને રવિવારે મોરબીમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય મહેમાન મોરબી-માળીયા વિધાનસભાના ધારાસભ્ય બ્રેજશભાઇ મેરજાએ પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મોરબીમાંથી ૫૦ જેટલા સાયકલવીરોએ ભાગ લીધો હતો અને છોટાલાલ પેટ્રોલ પંપથી ગાંધી ચોકથી સરદાર પટેલની પ્રતિમા થઈને છોટાલાલ પેટ્રોલ પંપએ રેલી પૂર્ણ થયેલ હતી. ત્યારબાદ અલ્પાહર રાખેલ હતો તેમજ સાયકલીસ્ટોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ તકે લોકોએ 'ગ્રીન મોરબી, ક્લીન મોરબી' અંતર્ગત નિયમિત રીતે સાઇકલનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય જાળવવા અને પર્યાવરણ બચાવવામાં સહભાગી થવાના સંકલ્પ લીધા હતા. ત્યારે આ સાયક્લોથેન સાયકલ રેલીમાં એક્સ આર્મીમેન જયંતીભાઇ ડાભી, આયોજન કર્તા છોટાલાલ એન્ડ કું. ના વહિવટ કર્તા પ્રમોદભાઇ સોલંકી, આઇ.ઓ.સી.ના મોરબી ડિસ્ટ્રીક્ટના એસ.ઓ. ગૌરવ જૈન તેમજ રોટરેકટ ક્લબના સેક્રેટરી રૂપેશ પરમાર (કવિ જલરૂપ), મોરબી રેવન્યુ બાર એસોશીએસનના પ્રમુખ, સંજયભાઈ રાજપરા, સંકલનકર્તા વિજયભાઇ પરમાર, સંકલનકર્તા ભરતભાઇ પરમાર, હિતેષભાઇ હડિયલ, સી.એ. સુરેશભાઇ પરમાર, રોહિતભાઇ કંઝારીયા, રમેશભાઇ પરમાર, અશોકભાઇ કંઝારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.