મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને વાઘપર ગામમાં સઘન પલ્સ પોલીયો અભિયાન ગઈકાલે તા. 31મી જાન્યુઆરીના રોજ યોજવામાં આવ્યું હતું. ભરતનગર બૂથ પર ડો. ડી. એસ. પાંચોટીયા તથા આર. ડી. પટેલ દ્વારા બૂથનું ઉદઘાટન કરવામાં આવેલ હતું. તેમજ કે. જી. કાવર તથા એમ. જી. પાંચોટીયા હાજર રહેલ હતા. ઉપરાંત, વાઘપર ગામ ખાતે સુપરવાઇઝર ડી. એન. વ્યાસ દ્વારા બૂથનું ઉદઘાટન કરવામાં આવેલ હતું. બંને સ્થળોએ અનેક બાળકોને પોલીયાની રસીના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. તેમ ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસરએ યાદીમાં જણાવાયું છે.