બાકી રહી જનાર બાળકોને બે દિવસ સુધી ઘરેઘરે જઈને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે હળવદ : હળવદ તાલુકામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હળવદ તાલુકાના નિર્ધારિત પોલિયો બુથ ઉપર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 20235 બાળકોને પોલિયોનો ટીપા પીવડાવામાં આવ્યા હતા. જ્યારે બાકી રહી જનાર બાળકોને બે દિવસ સુધી ઘરેઘરે જઈને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. હળવદ તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે 31મી જાન્યુઆરીએ પોલિયો રવિવાર તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હળવદ તાલુકા પોલિયો મુક્ત બને તે માટે હળવદ તાલુકાના 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસીકરણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે હળવદ તાલુકાના 0 થી 5 વર્ષના 23559 બાળકોને પોલિયોના ટીપા પીવડવાની કામગીરી હાથ ધરાઈ હતી. તેમાંથી ગઈકાલે સાંજ સુધીમાં હળવદ તાલુકાના 20235 બાળકોને પોલિયોનો ટીપા પીવડાવવામાં આવ્યા હતા. ત્યારે હવે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા બાકી રહી જનાર બાળકોને બે દિવસ સુધી ઘરેઘરે જઈને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે.