મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 31 મી જાન્યુઆરીને રવિવારે પોલિયો દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે.જેમાં આજે સવારથી 0 થી 5 વર્ષના બાળકોના પોલિયો રસીકરણની કામગીરી શરૂ કરવમાં આવી હતી.જ્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં કલેકટર, એસપી અને જિલ્લા આરોગ્ય અધિકારીઓના હસ્તે બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લાના 0 થી પાંચ વર્ષના બાળકૉને આજે પોલિયો ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં આજે સવારે બાળકોને પોલિયોના ટીપા પીવડાવનાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.આ તકે જિલ્લા કલેકટર જે.બી.પટેલ.એસપી એસ.આર.ઓડેદરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ કતીરા સહિતના આરોગ્ય અધિકારીઓએ હાજર રહીને બાળકોને પોલિયોના ટીપા પીબદાવવાની કામગીરી શરૂ કરાવી હતી.જ્યારે સમગ્ર જિલ્લાના નિર્ધારિત કરેલા બુથો ઉપર નક્કી થયેલી આરોગ્ય ટીમો દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.