રોકડ રકમ મળી 24,500નો મુદામાલ જપ્ત વાંકાનેર : વાંકાનેર તાલુકા ગામમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે વાંકાનેર પોલીસે રાજવડલા ગામના ઝાંપા પાસેની શેરીમાં દરોડો પાડી જુગાર રમતા પ્રવિણભાઇ મેરૂભાઇ દેત્રોજા, રાજુભાઇ ગાંડુભાઇ દલસાણીયા, ગોવીંદભાઇ ખેંગારભાઇ ગમારા, દિનેશભાઇ ઉર્ફે હકાભાઇ પ્રેમજીભાઇ દેત્રોજાને ઝડપી લીધા હતા જ્યારે રાજુભાઇ લાખાભાઇ શીહોરા, દર્શીત રમેશભાઇ ભોરણીયા ફરાર થઈ ગયા હતા પોલીસે જુગારના પટ્ટમાંથી રૂ.24,500 રોકડ અને જુગાર સાહિત્ય સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.બનાવ અંગે તમામ આરોપીઓ વીરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.