છેલ્લા દિવસે સવારે 3-30 વાગ્યે જાગેલા સાબરમતીના સંતનું શરીર સાંજે 5-15 વાગ્યે બંદૂકની ગોળીઓથી વીંધાય ગયું આમ તો 30 જાન્યુઆરી, 1948નો એ દિવસ બાકીના દિવસોની જેમ જ શરુ થયો હતો, પરંતુ સાંજ સુધીમાં તે માત્ર દેશ નહીં પરંતુ દુનિયાનો ઇતિહાસનો સૌથી દુઃખદ દિવસ બની ગયો. કારણ કે છેલ્લા દિવસે સવારે 3-30 વાગ્યે જાગી જનાર સાબરમતીના સંતનું શરીર સાંજે 5-15 વાગ્યે બંદૂકની ગોળીઓથી વીંધાય ગયું હતું. અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ 'હે રામ' બોલી દુનિયાને અલવિદા કહી દીધું હતું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા. તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા છે. અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે. તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી હતી. તેમના આદર્શો દેશ-વિદેશમાં શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે. જેના પાયામાં સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે તેવા બાપુએ કોમવાદી હિંસા ટાળવા પોતાનું શક્ય તેટલું યોગદાન આપ્યું હતું. પરંતુ ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી દેશ કોમી રમખાણોમાં તપતો હતો ત્યારે ઈર્ષા ભાવથી સળગતી હિન્દુ અને મુસ્લિમ બન્ને કોમને તેઓ સામેની કોમના પક્ષકાર દેખાતા. આથી, વર્ષ 1948ની 30મી જાન્યુઆરીએ નથુરામ ગોડસેએ બંદુકમાંથી એક પછી એક ત્રણ ગોળી છોડી ગાંધીજીની હત્યા કરી. આમ, વર્ષો સુધી દેશની આઝાદી માટે હિંસક રીતે લડતા એક મહાન યોદ્ધા સદાને માટે ચાલ્યા ગયા. ગાંધી હત્યાએ ઇતિહાસનું ના ભૂલી શકાય તેવું પ્રકરણ છે. ઉલ્લેખનીય છે કે દેશને ખાતર પ્રાણનું બલિદાન આપનાર મહાત્મા ગાંધીની યાદમાં દર વર્ષે 30 જાન્યુઆરીને 'શહીદ દિવસ' તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અંતિમ દિવસની દિનચર્યા ગાંધીજી છેલ્લા દિવસે સવારે 3.30 વાગ્યે જાગ્યા હતા સવારની પ્રાર્થના બાદ તેમણે મધ, લીંબુ અને ગરમ પાણી લીધું વહેલી સવારે જરુરી કાગળો મંગાવી લખવા બેઠા હતા સવારે 5 વાગ્યે 16 ઔસ જેટલો મોસંબીનો રસ પીધો સવારે બહાર ફરવાના બદલે ઓરડામાં જ આંટા માર્યા સવારે 6 વાગ્યા આસપાસ સ્નાન કર્યુ તેમનું વજન માપવામાં આવતા 109 રતલ થયું હતું સવારે 9 વાગ્યે બંગાળી લખવાનો પાઠ કર્યો 9.30 વાગે નાસ્તામાં બાફેલું શાક અને બકરીનું દૂધ વગેરે લીધું 10.30 વાગ્યે આરામ માટે ખાટલામાં બેસી વાંચન કર્યુ બપોરે 12 વાગ્યે હૈદરાબાદથી આવેલા સુધીર ઘોષને મળ્યા 1.30 વાગ્યે પોતાના પેઢા પર માટીની લેપડી મુકાવી બપોર પછી એક પછી એક મુલાકાતીઓનો દોર શરુ થયો 4 વાગ્યે સરદાર પટેલ પોતાની દિકરી સાથે મળવા આવ્યા 4.30 વાગ્યે આભાબહેને ભોજન પિરસ્યું 5.05 વાગ્યે ગાંધીજી અને સરદાર પટેલ છુટા પડયા 5.10 વાગ્યે ગાંધીજી અને તેમની મંડળી પ્રાર્થનાખંડ તરફ ગઇ 5.15 વાગ્યે ગાંધીજીએ જનમેદનીનું અભિવાદન ઝીલવા હાથ ઉંચા કર્યા આ જ સમયે નથુરામ ગોડસેએ પિસ્તોલમાંથી એક પછી એક ત્રણ ગોળીઓ છોડી ગાંધીજીની હત્યા કરી