મોરબી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમ વાર તમામ સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની દરેક સીટો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા જઇ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. જેમાં મોરબીના 10 નામોની જાહેરાત પણ કરવામાં આવી છે. આ પહેલા પ્રથમ જાહેર થયેલી યાદીમાં ૫૦૪, બીજી યાદીમાં ૬૫૦, ત્રીજી યાદીમાં ૫૨૭ અને આજે શનિવારે અમદાવાદ ખાતે ૫૮૪ જેટલા ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા ૨૩૧૫ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આજે જાહેર કરેલ નામોમાં મોરબી જિલ્લાના 10 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જેમાં મોરબી નગરપાલિકા વોર્ડ-2માંથી હેમિબેન કેશુભાઈ આગેચણીયા, વોર્ડ- 12માંથી આસિફભાઈ જૂનાચ, વોર્ડ-13માંથી દક્ષાબહેન અનિરુદ્ધસિંહ રાણાનો સમાવેશ થાય છે. જ્યારે અન્યમાં ઘૂટુ જિલ્લા પંચાયત સીટ પર રતિલાલ પરમાર તેમજ સાપકડા સીટ પર જેંતિભાઇ ચાવડા અને સાપકડા તાલુકા પંચાયત સીટ પર ચાવડા નંદલાલ ઈશ્વરભાઈ, નવા દેવડીયા તાલુકા સીટ પર નયનાબેન જયંતિભાઈ દેસાઇ, માથક તાલુકા પંચાયત સીટ પર આનંદબા રાજપૂત, આમરણ તાલુકા પંચાયત સીટ પર એમણાબેન શબીરમિયાં બુખારીનું નામ જાહેર કરાયું છે. આગાઉ 1731 ઉમેદવાર જાહેર કરેલ છે.જ્યારે આજે 584 ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે. આમ કુલ મળીને 2315 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં 38 % મહિલાઓ અને 80 % યુવા શિક્ષિતને ટિકિટ આપવામાં આવેલ છે.