મોરબી : મોરબી તાલુકામાં બે સ્થળેથી દેશી દારૂ સાથે બે શખ્સો પકડાયા છે. આ બંને શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબીમાં લખઘીરપુર રોડ પર કિટકો સિરામીક સામેથી સાગરભાઇ રાઠોડએ એકટીવા મો.સા. રજી નં જી.જે.૩૬ એમ ૯૩૭૫માં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-10 (દેશી દારૂ લી-50, કિ.રૂ. 1000) રાખેલ હતી. પોલીસે દેશી દારૂ અને એક્ટિવા મળી કુલ રૂ. 21,000નો મુદામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત, મોરબી તાલુકાના ઘુંટુ ગામમાં સિમ્પોલો સિરામીક પાસેથી કિશન ઘોઘાભાઇ બાહપીયાને એકટીવામાં પ્લાસ્ટિકના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-9 (દેશી દારૂ લી-45, કિ.રૂ. 900) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા દેશી દારૂ અને એક્ટિવા કબ્જે કરવામાં આવ્યા છે. તેમજ આરોપીની અટકાયત કરવામાં આવી છે.