મોરબી : ગુજરાત રાજ્યના ઉર્જામંત્રી તથા મોરબી જીલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલે ગઈકાલે મોરબીના પ્રવાસ દરમિયાન રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કાર્યાલયની જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેઓએ રામમંદિર નિર્માણ માટે ચાલતા નિધી સમર્પણ અભિયાનના મોરબી જીલ્લાની કામગીરી અંગે વાતચીત કરી હતી. રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના કાર્યકર્તાઓની સમગ્ર ટીમનો ઉત્સાહ અને સામાન્ય લોકોનો ભગવાન શ્રીરામ પ્રત્યેની અપાર શ્રધ્ધા અને સમર્પણના પ્રેરક પ્રસંગોથી તેઓ પ્રભાવિત થયા હતા. તેઓએ પણ કાર્યકર્તા તરીકે આ કાર્યમાં જોડાવાની ઉત્સુકતા દાખવી હતી. આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસીઆ, રાજકોટ વિભાગ સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારા, રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મોરબી જીલ્લાના સહસંયોજક મહેશભાઈ બોપલીયા, લલિતભાઈ ભાલોડિયા, સંતોષજી દુબે, રવીન્દ્રભાઈ ત્રિવેદી, રમેશભાઈ પંડ્યા, દિનેશભાઈ વિડજા, સુરેશભાઈ રાજકોટીયા, જસ્મીનભાઈ હિંસુ તથા મહેન્દ્રભાઈ સવસાણી, દિનેશભાઈ હરિપરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.