મોરબી : મોરબીના સ્વ. ગિરધરલાલ લક્ષ્મણભાઈ કવૈયાના ધર્મપત્ની પાર્વતીબેન તા. 19/01/2021ના રોજ 103 વર્ષની વયે અવસાન પામેલ છે. તેની ઉતરક્રિયા નિમિત્તે સદગતના પરિવારજનો દ્વારા રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર નિધી સમર્પણ મહાઅભિયાન અન્વયે અયોધ્યા રામમંદિરના નિમાર્ણ હેતુ રૂ. 21,000નું સમર્પણ કરેલ છે. આ વેળાએ સદગતના દીકરા ત્રિભોવનભાઈ, ભરતભાઇ તથા રામજીભાઈ, શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર મોરબી જીલ્લાના સહસંયોજક મહેશભાઈ બોપલીયા, લલિતભાઈ ભાલોડિયા, રમેશભાઈ પંડ્યા, જેઠાભાઇ કવૈયા, અલ્પેશભાઈ ગાંધી, મયુરભાઈ શુક્લ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્વ. ગિરધરલાલ કવૈયા અને તેમના પરિવાર દ્વારા છેલ્લા 100 વર્ષથી રામનવમીના દિવસે 24 કલાક અખંડ રામજપ કરવામાં આવે છે. જે ગીરધરલાલભાઈના અવસાન પછી પણ તેમના સંતાનોએ ચાલુ રાખેલ છે.