માળીયા મી.: માળીયા મી. તાલુકામાં 31જાન્યુઆરીને રવિવારના રોજ 0થી 5વર્ષના કુલ 9973 બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાનું આયોજન થયેલ છે. આ માટે તાલુકામાં કુલ 65 પોલિયો બુથની રચના કરવામાં આવી છે. પોલિયો રસીના ટીપાં પીવડાવવાની કામગીરીને પહોંચી વળવા માટે 248 કર્મચારીઓને પોલિયો બુથ પર ફરજ સોંપાઈ છે. તારીખ 31 જાન્યુઆરી 2021ને રવિવારના રોજ પોલિયો બુથ ઉપર પોલિયનું રસીકરણ કરવામાં આવશે. બુથ પર રસીકરણ કરવામાં બાકી રહી ગયેલ બાળકોને ત્યાર બાદના 2 દિવસ દરમ્યાન આખા તાલુકામાં 15274 ઘરોમાં ઘેર ઘેર મુલાકાત લઈ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે. આ માટે માળીયા તાલુકામાં કુલ 15274 ઘરોની મુલાકાત માટે 97 ટીમોની રચના કરવામાં આવેલ છે. તેમજ આ માટે 10 સુપરવાઈઝરોને મોનીટરીંગની કામગીરી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ખેતર, વાડી વિસ્તાર, કારખાના વિસ્તાર, રોડની આજુબાજુનો વિસ્તાર, અગર વિસ્તાર જેવી દુર્ગમ જગ્યાઓ પર વસતા શ્રમિકોના બાળકોના પોલિયો રસીકરણ માટે 27 મોબાઈલ ટીમોની રચના કરવામાં છે. તેમજ આ પોલિયો કાર્યક્રમ દરમ્યાન મુસાફરી કરતા લોકોના બાળકોને પોલિયોની રસી આપવા માટે 1 ટ્રાન્ઝીસ્ટ ટીમની રચના પણ કરવામાં આવી છે. આ ટીમ માળીયા હાઇવે, ઓનેસ્ટ હોટેલ પર કામગીરી કરશે. માળીયા તાલુકા ના 0થી 5 વર્ષના તમામ બાળકો 31 જાન્યુઆરી 2021ને રવિવારના રોજ પોલિયો બુથ ઉપર જઈ રસીકરણ કરાવે તેમજ આજુબાજુ વિસ્તારમાં વસતા શ્રમિકોના બાળકોને પણ પોલિયોની રસી પીવડાવે અને પોલિયો સામે રક્ષણ મેળવે તે માટે સાથ સહકાર આપવા માટે માળીયા તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી ડો.દિનેશ બાવરવા તથા પ્રા.આ.કેન્દ્રો - સરવડ, વવાણીયા, ખાખરેચીના તબીબી અધિકારીઓએ માળીયા તાલુકાના તમામ લોકોને નમ્ર અપીલ છે.