મોરબી : મોરબી નિવાસી અને હાલ રામકૃષ્ણ તાલુકા શાળા-વાંકાનેરમાં આસિસ્ટન્ટ શિક્ષકની ફરજ બજાવતા સુનિલકુમાર એમ. સંઘાણીએ પ્રમુખ સ્વામી મહારાજના જીવન કવન આધારિત 'A Study Of Pramukhswami Maharaj's Biography In Educational Perspective' (પ્રમુખસ્વામી મહારાજના જીવનદર્શનનો શૈક્ષણિક પરિપેક્ષમાં અભ્યાસ) મહાશોધ નિબંધ ડો. એલ.એસ. ભોરણિયાનાં માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ તેઓને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરાઇ છે. આથી, વાંકાનેર તાલુકા શાળાના શિક્ષક સુનિલ સંઘાણી Ph.D થતા મોરબીના ડીપીઈઓ દ્વારા સન્માન કરાયું હતું. આ તકે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સી. સી. કાવર, મોરબી રાષ્ટ્રીય સ્વૈચ્છીક સંઘના અધ્યક્ષ દિનેશભાઇ વડસોલા ઉપસ્થિત રહ્યા હતા.