મોરબી : આડા સબંધની શંકાએ યુવાન ઉપર છરી વડે હુમલો

- text


બે શખ્સોએ હુમલો કર્યાની એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીમાં આડા સબંધની શંકાથી યુવાન ઉપર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને બન્ને શખ્સો સામે હુમલો કર્યાની એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી, પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ મારમારીના બનાવની મોરબી એ ડિવિજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કુલીનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા રસુલભાઈ અલાઉદીનભાઈ પઠાણ (ઉ.વ. 22) એ મુસ્તફાભાઈ ઉર્ફે ઝેરી (રહે, પંચાસર રોડ-મોરબી) અને ચિરાગભાઈ જગદીશભાઈ ગાંધી (રહે, માધાપર-મોરબી) સામે એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં હતા. ત્યારે બન્ને આરોપીઓ ત્યાં આવી એક આરોપીની પત્ની સાથે ફરિયાદીને આડો સબંધ હોવાની શંકા કરીને આરોપીઓએ ફરિયાદી પર છરીથી હુમલો કર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. એ ડિવિજન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text