મોરબી : દેશભરમાં સૌથી મોટું કોરોના વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. હાલમાં આરોગ્યકર્મીઓ કોરોના વાયરસની રસી મુકાવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં ગઈકાલે વધુ 751 હેલ્થ કેર વર્કર્સએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. કોવિડ રસીકરણ મહાઅભિયાન અંતર્ગત ગઈકાલે મોરબી જિલ્લામાં કુલ 39 સ્થળોએ કોવિડ રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કુલ 751 હેલ્થ કેર વર્કર્સને કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આજે કુલ 37 સ્થળોએ કોવિડ રસીકરણની કામગીરી કરવામાં આવશે.