વાંકાનેર : વાંકનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચ્ચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપી પકડી પાડવામાં આવ્યો છે. વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને ખાનગીરાહે મળેલ હકિકત આધારે રાજકોટ ફેમેલી કોર્ટના ભરણપોષણના કેસનો કેદી મુળજીભાઇ ચનાભાઇ ચાવડા (ઉ.વ. 40, રહે કણકોટ, તા. વાંકનેર)ને દોઢ વર્ષની સજા કરેલ હતી. જે કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો. આ કેદીએ તા. 30/03/2020થી તા. 01/01/2021 સુધીમાં વચગાળાના જામીન મેળવ્યા હતા. આથી, કેડીએ તા. 1ના રોજ મધ્યસ્થ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ કેદી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ હતો. જે ફરાર કેદી ગઈકાલે તા. 27ના રોજ વાંકાનેર તાલુકાના કણકોટ ગામેથી પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલને સોંપવા તજવીજ હાથ ધરેલ છે.