મોરબી : મોરબીમાં ઇન્ડિયન લાયન્સ કલબના પ્રમુખ ભાવેશભાઈ દોશી દ્વારા ગઈકાલે તા. ૨૭ જાન્યુઆરીના રોજ તેમના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. ક્લબ દ્વારા ભાવેશભાઇના જન્મદિવસ નિમિત્તે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં ભોજન કરાવેલ હતું. આ અગાઉ કલબ દ્વારા મકરસંક્રાંતિના તહેવાર નિમિતે રાહતદરે માત્ર રૂ. ૧૦૦માં ૧ કિલો ચીક્કી તેવી રીતે કુલ ૪૧૨૮ કિલો ચીક્કીનું વિતરણ કરાયેલ હતું. આ વિતરણ સમગ્ર મોરબીના લોકો માટે ઓપન રાખવામાં આવેલું હતું. તેમ યાદીમાં જણાવ્યું છે.