મોરબી : મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા તૃતિય સમૂહ લગ્નનું આયોજન વિ.સવંત-2077 વૈશાખ વદ પાંચમને તા. 30/05/2021ને રવિવારના રોજ રાખેલ છે. આ સમૂહ લગ્નમાં જોડાવા ઇચ્છતા વર-કન્યાના માતા-પિતાએ જરૂરી કાગળો સાથે સમયસર ટ્રસ્ટીઓનો સંપર્ક કરી વર-કન્યાના નામની નોંધણી કરાવી લેવી તેમજ દશનામ ગોસ્વામી સમાજ આ સમુહ લગ્નમા દિકરીઓના કરીયાવર સબંધે દાન આપવા માંગતા હોય તેઓએ પણ ટ્રસ્ટીઓનો સંપર્ક કરી દાનની નોંધ કરાવવી અને આ આયોજન સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયું છે. સમૂહલગ્નમાં નોંધણી માટે શિવ ડિજીટલ, 20 ઘનશ્યામ ચેમ્બર, એકસીસ બેંકની સામે, જુના મહાજન ચોક, મોરબી ખાતે સંપર્ક કરવાનો રહેશે. આ અમિતગીરી - 9913896917, તેજસગીરી - 9879590146, નિતેષગીરી - 9825264061, બળવંતગીરી-9558315315, પંકજગીરી-7698326161, અક્ષયગીરી-9099137484, દેવેન્દ્ગગીરી-9638354610, કમલેશગીરી-9913803097, દિલીપગીરી-9909541395, પ્રકાશગીરી-9925741924, કીતીઁગીરી-9377470589, ચેતનગીરી-9724334771નો સંપર્ક કરી શકાશે.