મોરબી : સેવા કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયાએ રામ મંદિર નિર્માણ માટે રૂ. 21 લાખની નિધિ અર્પણ કરી છે. જે બદલ મોરબીની મુલાકાતે પધારેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે તેઓનું વિશેષ સન્માન કર્યું હતું. લજાઈ ચોકડી પાસે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાચા રાષ્ટ્રભકત તરીકે ખ્યાતિ પ્રાપ્ત યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયાને રામ મંદિરના નિર્માણ કાર્ય માટે રૂ. 21 લાખનું અનુદાન આપવા બદલ સી.આર.પાટીલે સન્માનિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે અજયભાઈ લોરીયાએ સમગ્ર ભારતમાં ભ્રમણ કરી શહીદ પરિવારોને અઢળક સહાય કરી છે. સાથોસાથ તેઓએ લોકડાઉનમાં પણ સતત સેવાકાર્યોની વણઝાર ચલાવી હતી.