કોરોના થયા બાદ અમદાવાદ દાખલ કરાયા હતા મોરબી : રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાને કોરોના સંક્રમણ થયા બાદ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જે સઘન સારવાર બાદ કોરોનાથી સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા થોડા દિવસો પહેલા કોરોના સંક્રમિત થતા તેઓને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તેઓનો ફરીથી કોરોના ટેસ્ટ કરતા તે નેવેટિવ જણાયો હતો. આથી સાંસદને સિમ્સ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો છે. હોસ્પિટલમાંથી રજા મળતા મોહનભાઇ મોરબી આવી પહોંચ્યા છે. તબીબોએ આપેલી આરામની સલાહને લઈને તેઓ થોડા દિવસો તેમના નિવાસસ્થાને આરામમાં વિતાવશે. સાંસદના સમર્થકો અને પાર્ટી કાર્યકર્તાઓમાં આ સમાચારથી રાહતની લાગણી ફેલાઇ છે.