મોરબી : ગઈકાલે તા. 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ નિમિત્તે મોરબી જિલ્લામાં ધ્વજવંદન, રક્તદાન કેમ્પ સહીત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે મોરબી શહેરમાં આવેલ કુબેરનાથ દાદાના મંદિરના ગર્ભગૃહમાં ધાન્ય વડે ત્રિરંગાની રંગોળી કરાઈ હતી. તેમજ વિવિધ અનાજ ઉપરાંત રાષ્ટ્રધ્વજ અને ફૂલોથી ગર્ભગૃહને સજાવવામાં આવ્યો હતો. જેના દર્શનનો ભાવિકોએ લાભ લીધો હતો. તેમ નિમાવત હિનાએ યાદીમાં જણાવ્યું છે.