માળીયા (મી.) : મોરબી જિલ્લાના માળીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મૂળ મોરબીના પોલીસ હેડ કોન્સ્ટેબલ વસંતરાય વઘેરાના પુત્ર અક્ષય વઘેરાએ ગત તા. 21 ઓક્ટોબર, 2020ના રોજ વડોદરા ખાતે ઓપન રેલી ઈન્ડિયન એરફોર્સ ભરતીમાં લેખિત તેમજ ફિઝિકલ પરીક્ષા પાસ કરી હતી. બાદમાં બોમ્બે ખાતે તેઓએ એરફોર્સની હોસ્પિટલમાં મેડીકલ પાસ કર્યું હતું. બાદમાં પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર થયેલ હતું. જેમાં ઓલ ઇન્ડિયામાંથી પસંદ થયેલ ૯૩૩ ઉમેદવારોમાં ૧૩૭મા નંબર પર મેરીટમાં સિલેક્ટ થયા હતા. ત્યારબાદ તેઓને કોલલેટર આવતા આઞામી તા. 07/02/2021ના રોજ મુંબઈ એરફોર્સ હેડક્વાર્ટર ખાતે હાજર થઈ ટ્રેનિંગમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે તેઓ અમદાવાદ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં સિવિલમાં ડિગ્રી એન્જિનિયરનો અભ્યાસ કરતા હતા પરંતુ કોરોના મહામારીના લીધે લોકડાઉન થવાના કારણે તેઓ માળીયા પોલીસ લાઈનમાં વગર ટ્યુશન કે કોચિંગ વિના છેલ્લા છ માસથી તૈયારી કરી જાત-મહેનતથી એરફોર્સમાં એરમેન તરીકે સિલેક્ટ થયા હતા. આમ, તેમણે મોરબી જિલ્લા પોલીસ પરિવાર તેમજ વઘેરા પરિવારનું ગૌરવ વધારેલ છે. જે બદલ માળિયા પો.સ.ઈ. એન.એચ.ચુડાસમા તથા તમામ પોલીસ કર્મચારીઓએ શુભેચ્છા પાઠવેલ છે.