મોરબી : રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળામાં 72માં ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી હોવાથી સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને માસ્ક પહેરીને લોકોએ પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. અમરનગર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ ભીખાભાઇ પાંચોટિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અમરનગર ગ્રામ પંચાયતના સદસ્ય ભાનુબેન નરભેરામભાઈ કોરડીયાનું કોરોના મહામારીના લીધે અવસાન થતાં ધ્વજવંદન કાર્યક્રમ બાદ તેમના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમના સ્મરણાર્થે શાળાને રૂ. 1001નું દાન આપવામાં આવ્યું તેમજ વાઘડિયા હરખા બાપાના સ્મરણાર્થે શાળારંગરોગાન માટેનો સંપૂર્ણ ખર્ચ રૂ. 55 હજારથી 60 હજાર તેમના પૌત્રો વાઘડિયા દિનેશભાઇ ગણેશભાઈ અને વાઘડિયા જયંતીલાલ મગનભાઈ તરફથી આપવામાં આવેલ છે. આવા વિરલ દાતાઓનો શાળા પરિવાર અને ગ્રામ પંચાયત અમરનગર તરફથી આભાર માનવામાં આવેલ છે.