મોરબી : આજે તા. 26 જાન્યુઆરીના રોજ 72મો પ્રજાસત્તાક દિન છે. ત્યારે મોરબી જિલ્લામાં ઠેર-ઠેર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આજે મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી અને ધ્વજને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરા, જિલ્લા શિક્ષણ અધિકારી બી. એમ. સોલંકી સહિતના અધિકારીઓ તથા જિલ્લા પંચાયતના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.