મોરબી : ગઈકાલે તા. 25 જાન્યુઆરીના રોજ પર્યાવરણ પરિવારના યુવાનો દ્વારા મોરબીમાં બીજ બેંકની શરૂઆત કરવામાં આવી હતી. મોરબીના ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજાના વરદહસ્તે આ બીજ બેંકની શરૂઆત કરવામાં આવી હતી. આ તકે પર્યાવરણ પરિવારના સભ્ય વિપુલભાઈ કડીવાર, ડાભી જયેશ, ડાભી જગદીશ, કંઝારીયા કિશન, વાઘેલા જીલ, વિવેક ભાલારા, સિદ્ધાર્થભાઈ જોશી અને પરમાર રૂપેશ (કવિ જલરૂપ) ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ આ તકે તુલસી, રાયણ, સફેદ ચણોઠી, લાલ ચણોઠીના બીજનું વિતરણ કરવામાં આવ્યું હતું.