મોરબી : આજે રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક પર્વ છે. જેની દેશભરમાં નાત-જાતના ભેદભાવ વિના દેશપ્રેમ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબીમાં હિન્દૂ-મુસ્લિમ એકતા સમિતિ દ્વારા ધ્વજવંદન કરાયું હતું. મોરબી શહેરમાં લીલાપર રોડ પર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના આવાસોના કમ્પાઉન્ડમાં હિન્દૂ-મુસ્લિમ એકતા સમિતિ દ્વારા આજે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને તેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ રીતે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી.